06 October, 2026 06:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરાની વિરાટને મળવાની ઇચ્છા પૂરી કરી સુરેશ રૈનાએ
ભારતના ૩૯ વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પોતાના દીકરા રિયો અને વિરાટ કોહલીનો એક ફોટો શૅર કર્યો હતો. ફોટોના કૅપ્શનમાં તેણે લખ્યું હતું, ‘વિરાટ કોહલી, મારા દીકરાનો દિવસ સ્પેશ્યલ બનાવવા માટે આભાર.’
૩૭ વર્ષનો વિરાટ કોહલી ભારત માટે માત્ર વન-ડે ફૉર્મેટ રમતો હોવાથી ભારતમાં તેની હાજરી ઓછી થઈ ગઈ છે. વિરાટ-અનુષ્કા ફેબ્રુઆરી ૨૦૨૪માં લંડન શિફ્ટ થયા પછી દીકરા-દીકરી સાથે મોટા ભાગનો સમય ત્યાં જ વિતાવે છે.