06 December, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈને ગુરુવારે કેરલા સામે ૧૫ રને હાર મળી હતી. આ મૅચમાં ૩૨ રનની ઇનિંગ્સ રમીને ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મોટી સિદ્ધિ મેળવી હતી. ૭૧ T20 મૅચમાં ૧૭૧૭ રન કરીને તે મુંબઈનો હાઇએસ્ટ રન સ્કોરર બન્યો છે. તેણે આ મામલે આદિત્ય તારેનો ૬૮ મૅચમાં ૧૭૧૩ રનનો રેકૉર્ડ તોડ્યો છે. આ લિસ્ટમાં શ્રેયસ ઐયર ૫૪ મૅચમાં ૧૭૦૬ રન સાથે ત્રીજા ક્રમે છે.
સૂર્યાએ મુંબઈ માટે ૯ T20 ફિફ્ટી ફટકારી છે અને તેનો હાઇએસ્ટ સ્કોર ૯૪ રનનો રહ્યો છે. તે હાલમાં ભારતનો નંબર વન ઍક્ટિવ T20 ઇન્ટરનૅશનલ પ્લેયર છે. ભારત માટે હાઇએસ્ટ T20 ઇન્ટરનૅશનલ રન કરવા મામલે તે રોહિત શર્મા (૪૨૩૧) અને વિરાટ કોહલી (૪૧૮૮) પછી કુલ ૨૭૫૪ રન સાથે ત્રીજા ક્રમે છે.