28 October, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા આજથી T20 સિરીઝ રમવા ઊતરશે
બે મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા આજથી T20 સિરીઝ રમવા ઊતરશે. ૩ મૅચની સિરીઝની પહેલી મૅચ રાવલપિંડીમાં રમાયા બાદ બાકીની મૅચ લાહોરમાં રમાશે. ભારતીય સમય અનુસાર રાતે ૮.૩૦ વાગ્યે ૩ મૅચની રમત શરૂ થશે. સાઉથ આફ્રિકા આ હરીફની ધરતી પર પહેલી વખત દ્વિપક્ષીય સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઊતરશે.
બન્ને વચ્ચે ૮ T20 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે જેમાંથી સાઉથ આફ્રિકાએ ૪ અને પાકિસ્તાને ૩ સિરીઝ જીતી છે.
૨૦૧૩-’૧૪માં એક સિરીઝ ડ્રૉ રહી હતી. સાઉથ આફ્રિકા ૨૦૨૦-’૨૧માં એકમાત્ર T20 સિરીઝ રમ્યું છે જેમાં પાકિસ્તાન જીત્યું હતું. બન્ને આ ફૉર્મેટમાં ૨૪ વખત ટકરાયા છે અને સમાન ૧૨-૧૨ મૅચ જીત્યાં છે.