T20 વર્લ્ડ કપ પહેલાં અમેરિકાના ગ્રાઉન્ડની હાલત જોઈને દુનિયા ચોંકી ગઈ

24 April, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટેડિયમનું નિર્માણ ત્રણ મહિના પહેલાં જાન્યુઆરીમાં શરૂ થયું હતું, જે ૬ મે સુધીમાં પૂર્ણ થશે એટલે કે સ્ટેડિયમ બનવામાં માત્ર ૧૩ દિવસ બાકી છે.

નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ

૯ જૂને T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. આ મહામુકાબલાના ૪૮ દિવસ પહેલાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનો એક ફોટો વાઇરલ થયો છે.  ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેલ જોન્સે શૅર કરેલા આ ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આઉટફીલ્ડ અને પિચ હજી તૈયાર નથી થઈ. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કહ્યું કે તમામ તૈયારીઓ શેડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. અહીં ઉપયોગમાં લેવાતી પિચ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે અને આઉટફીલ્ડનું ટર્ફિંગ પણ ૨૯ એપ્રિલથી શરૂ થશે. સ્ટેડિયમનું નિર્માણ ત્રણ મહિના પહેલાં જાન્યુઆરીમાં શરૂ થયું હતું, જે ૬ મે સુધીમાં પૂર્ણ થશે એટલે કે સ્ટેડિયમ બનવામાં માત્ર ૧૩ દિવસ બાકી છે. સ્ટેડિયમ તૈયાર થયા બાદ ૨૭ મેએ એનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો બધું બરાબર રહેશે તો વર્લ્ડ કપની ૭ મૅચ માટે એને ક્લિયરન્સ આપવામાં આવશે.

sports news sports cricket news t20 world cup pakistan indian cricket team united states of america