ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૪ ઑક્ટોબરે રમાશે ભારત અને પાકિસ્તાનની મૅચ

05 August, 2021 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચને લઈને જે ઉત્સાહ હોય છે એને જોતાં આ મૅચ વીક-એન્ડના દિવસે યોજાશે

ફાઈલ તસવીર

ટી૨૦ વર્લ્ડ કપનું શેડ્યુલ હજી બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૪ ઑક્ટોબર રવિવારે મૅચ રમાશે. આઇસીસી સામાન્ય રીતે બે-ત્રણ અલગ-અલગ કાર્યક્રમો બનાવી બાદમાં એક ફાઇનલ કાર્યક્રમ જાહેર કરે છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચને લઈને જે ઉત્સાહ હોય છે એને જોતાં આ મૅચ વીક-એન્ડના દિવસે યોજાશે. ઓમાનના મસ્કતમાં ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ થશે. એથી મેઇન રાઉન્ડ શરૂ થાય તો એની શરૂઆત ભારત અને પાકિસ્તાનની મૅચથી થાય એવું આઇસીસી પણ ઇચ્છે છે, કારણ કે આ મૅચની ટીઆરપી ઘણી હોય છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-૨માં છે, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિજેતા ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન પણ છે.

sports sports news cricket news t20 world cup india pakistan