07 November, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાતા સિએરા
વિમેન્સ વર્લ્ડ કપ 2025 જીતનાર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની માટે ભારતમાં ચારેબાજુથી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. તાતા મોટર્સે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજયને માન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે એ વિશ્વ ચૅમ્પિયન ટીમની દરેક મેમ્બરને નવી લૉન્ચ થનારી તાતા સિએરા SUV આપશે. તાતા સિએરા પચીસ નવેમ્બરે ભારતમાં લૉન્ચ થવાની છે. તાતા સિએરાની પ્રથમ ડિલિવરી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના દરેક સભ્યને કરવામાં આવશે. ટીમના સભ્યોને તાતા સિએરાનું ટોચનું મૉડલ પ્રાપ્ત થશે. આ કારની કિંમત ૧૧થી ૧૨ લાખ રૂપિયાની હોવાનું અનુમાન છે.