મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશને સ્ટાર ક્રિકેટર્સની ૫૦૦+ દુર્લભ વસ્તુઓને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ ખોલ્યું

09 July, 2025 10:10 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુવા પેઢીને મ્યુઝિયમની મુલાકાત લેવા આકર્ષવા માટે વર્ચ્યુઅલ રિયલિટી જેવી આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.

મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશને સ્ટાર ક્રિકેટર્સની ૫૦૦+ દુર્લભ વસ્તુઓને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ ખોલ્યું

મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (MPCA) દ્વારા ક્રિકેટ સ્ટાર્સનાં ૫૦૦થી વધુ સ્મૃતિચિહ્‍‍નો પ્રદર્શિત કરતું મ્યુઝિયમ તૈયાર કર્યું છે. કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ MPCA પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્ટેડિયમમાં સી. કે. નાયડુ, મુશ્તાક અલી, ડૉન બ્રૅડમૅન, સુનીલ ગાવસકર અને સચિન તેન્ડુલકર સહિતના સ્ટાર સાથે જોડાયેલાં દુર્લભ રમતગમતનાં સાધનો અને સ્મૃતિચિહ્‍‍નો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેન્ગસરકરે પોતાની અંગત હેલ્મેટ અને બ્લેઝર મ્યુઝિયમને દાનમાં આપ્યાં હતાં જેનો ઉપયોગ તેણે ૧૯૮૩ના વર્લ્ડ કપથી ૧૯૮૫ સુધી કર્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુવા પેઢીને મ્યુઝિયમની મુલાકાત લેવા આકર્ષવા માટે વર્ચ્યુઅલ રિયલિટી જેવી આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.

madhya pradesh cricket news sachin tendulkar sports news sports sunil gavaskar world cup indore