પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના પ્લેયર્સને કિવી સ્ક્વૉડમાં મળ્યું સ્થાન

28 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિવી સ્ક્વૉડમાં ટૉપ ઑર્ડર બૅટર નિક કેલી અને મિડલ ઑર્ડર બૅટર મુહમ્મદ અબ્બાસે પહેલી વાર સ્થાન મેળવ્યું છે

આદિ અશોક, મુહમ્મદ અબ્બાસ

૨૯ માર્ચથી પાંચમી એપ્રિલ દરમ્યાન આયોજિત પાકિસ્તાન સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન ટૉમ લૅધમ ન્યુ ઝીલૅન્ડનું નેતૃત્વ કરશે. IPL ડ્યુટીને કારણે રેગ્યુલર વાઇટ-બૉલ કૅપ્ટન મિચલ સૅન્ટનર સહિત કિવી ટીમના મોટા ભાગના સ્ટાર બૅટર્સ ગેરહાજર છે ત્યારે આ સિરીઝ માટે ૧૩ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. 

કિવી સ્ક્વૉડમાં ટૉપ ઑર્ડર બૅટર નિક કેલી અને મિડલ ઑર્ડર બૅટર મુહમ્મદ અબ્બાસે પહેલી વાર સ્થાન મેળવ્યું છે. ૨૧ વર્ષનો મુહમ્મદ અબ્બાસ એક વર્ષની ઉંમરે ફૅમિલી સાથે પાકિસ્તાનથી ન્યુ ઝીલૅન્ડ શિફ્ટ થયો હતો. તેના પપ્પા મીડિયમ ફાસ્ટ બોલર અઝહર અબ્બાસ પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. ભારતીય મૂળના બાવીસ વર્ષના સ્પિનર આદિ અશોકે પણ બે વર્ષ બાદ કિવી ટીમમાં એન્ટ્રી કરી છે. તામિલનાડુમાં જન્મેલા આ ક્રિકેટરે કિવી ટીમ માટે ત્રણ વાઇટ-બૉલ ક્રિકેટ-મૅચ રમી છે. 

ન્યુ ઝીલૅન્ડની વન-ડે સ્ક્વૉડ : ટૉમ લૅધમ (કૅપ્ટન), મુહમ્મદ અબ્બાસ, આદિ અશોક, માઇકલ બ્રેસવેલ, માર્ક ચૅપમૅન, જેકબ ડફી, મિચ હેય, નિક કેલી, ડેરિલ મિચલ, વિલ ઓ`રોર્ક, બેન સીઅર્સ, નૅથન સ્મિથ, વિલ યંગ.

sports news sports cricket news pakistan new zealand