22 April, 2025 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સ્પોર્ટ્સ અસોસિએશન દ્વારા જ્ઞાતિજનો માટે રવિવાર, ૨૭ એપ્રિલના રોજ મુલુંડ (વેસ્ટ)માં કાલિદાસ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ઍલ્ટોન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની આ ચોથી સીઝનમાં કુલ ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. ગયા વર્ષે ઘાટકોપરમાં યોજાયેલી સીઝનમાં TMB વૉરિયર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. મૅચ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા દરમ્યાન રમાશે અને યુ-ટ્યુબ પર લાઇવ પ્રસારણ માણી શકાશે. બપોરે ચા-નાસ્તા તથા રાત્રે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમવર્ક, મિત્રતા અને રમત પ્રત્યેના જુસ્સાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટમાં આયોજકોએ સર્વે જ્ઞાતિજનોને હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આમંત્રણ આપ્યું છે.