05 November, 2024 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા અન્ડર-15 મુંબઈ ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા અન્ડર-15 મુંબઈ ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનું આ ત્રીજું વર્ષ છે. ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રસ્ટી તથા સેક્રેટરી મુકેશ બદાણી, જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા અને નલિન મહેતા, મૅનેજિંગ કમિટી મેમ્બર તથા ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, ક્રિકેટ-કન્વીનર મથુરાદાસ ખાનિયા અને નીતિન ઉપાધ્યાય તેમ જ ક્રિકેટ સબ-કમિટીના મેમ્બર્સ ઉપરાંત મુંબઈ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી અભય હડપ, જૉઇન્ટ સેક્રેટરી દીપક પાટીલ, ઍપેક્સ કાઉન્સિલ મેમ્બર કૌશિક ગોડબોલેની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ બાદ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના નેજા હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ ૪ ટીમ વચ્ચે ૭ મૅચ રમાશે. ફાઇનલ જંગ મંગળવારે ૧૨ નવેમ્બરે જામશે. ત્યાર બાદ ૧૬થી ૨૦ ગર્લ્સ ખેલાડીઓનું સિલેક્શન થશે જે સ્ટેટ લેવલ પર મુંબઈ વતી રમશે.