ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટનો આરંભ

27 November, 2025 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમ્યાન ચોથા વર્ષે પણ કરવામાં આવ્યું છે

મથરાદાસ ભાનુશાલી, પ્રશાંત કારિયા, સંદીપ વિચારે, ભૂષણ પાટીલ, નીલેશ ભોસલે, ઉન્મેશ ખાનવિલકર, પરાગ ગાંધી, સી. એસ. નાઈક, ધર્મેશ મહેતા વગેરેએ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી.

છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈ ક્રિકેટ અસોસિએશનના નેજા હેઠળ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરીને આ વર્ષે ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમ્યાન ચોથા વર્ષે પણ કરવામાં આવ્યું છે.

૨૫ નવેમ્બરે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી ઉન્મેશ ખાનવિલકર તથા જૉઇન્ટ સેક્રેટરી નીલેશ ભોસલેની ઉપસ્થિતિમાં ઘાટકોપર જૉલી જિમખાનાના સ્પોર્ટ્‍સ કો-ઑર્ડિનેટર પરાગ ગાંધી, કારોબારી સભ્યો, મુંબઈ ક્રિકેટ અસોસિએશનના ઍપેક્સ કાઉન્સિલ મેમ્બર્સ, જૉલી જિમખાનાના પેટા-સમિતિના સભ્યો અને મેમ્બરોની હાજરીમાં સવારે ૯.૧૫ વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મુંબઈ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી ઉન્મેશ ખાનવિલકર તથા જૉલી જિમખાનાના સ્પોર્ટ્‍સ  કો-ઑર્ડિનેટર પરાગ ગાંધી દ્વારા રિબન કાપીને તથા શ્રીફળ વધેરીને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.

ઉન્મેશ ખાનવિલકરે પ્લેયર્સને જણાવ્યું હતું કે ઘાટકોપર જૉલી જિમખાનામાં મહિલા ક્રિકેટનું આયોજન ખૂબ સુંદર રીતે થાય છે અને ગર્લ્સે પોતાનો આગવો પર્ફોર્મન્સ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાખવીને આગળ આવવાનું છે. તેમણે જૉલી જિમખાનાને બિરદાવતાં કહ્યું હતું કે મહિલા ક્રિકેટના આયોજનમાં એ હરહંમેશ સાથે જ હોય છે.

ટુર્નામેન્ટની ફાઇનલ ૧ ડિસેમ્બરે રમાશે.

mumbai cricket association ghatkopar cricket news sports sports news