પોઇસર જિમખાનામાં શનિવાર અને રવિવારે ઉનેવાળ પ્રીમિયર લીગનું આયોજન

17 April, 2025 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ એજ્યુકેશનલ ફાઉન્ડેશન દ્વારા કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં ઉનેવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે ક્રિકેટ-ટુર્નામેન્ટ ઉનેવાળ પ્રીમિયર લીગ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ એજ્યુકેશનલ ફાઉન્ડેશન દ્વારા શનિવાર, ૧૯ એપ્રિલ અને રવિવાર, ૨૦ એપ્રિલે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં ઉનેવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે ક્રિકેટ-ટુર્નામેન્ટ ઉનેવાળ પ્રીમિયર લીગ (UPL) ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટેનિસ બૉલથી રમાતી ટુર્નામેન્ટની આ ૧૪મી સીઝનમાં કુલ ૧૪ ટીમના ૧૮૨ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આકાર સ્ટ્રાઇકર્સ, દાદા ઇલેવન, જય માતા દી, સીતારામ સ્ટેલિયન્સ, મા ગ્લૅડિયટર્સ, ઠાકર ટાઇગર્સ, રુદ્ર ઇલેવન, આરા સુપર લાયન્સ, હર હર મહાદેવ, રાઇઝિંગ રાજ્યગોર, કૅપ્સ ઇલેવન, રૉયલ રાજ્યગોર, બદમાશ બેમિસાલ અને મહાકાલ આ ૧૪ ટીમને ૭-૭નાં બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ બે લીગ મૅચ રમશે. ફાઇનલ સહિત દરેક મૅચ ૬-૬ ઓવરની રહેશે. ગઈ ૧૩મી સીઝનમાં દાદા ઇલેવન ટીમ ચૅમ્પિયન બની હતી.

ઉપરાંત પાંચ ટીમો વચ્ચેની અન્ડર-15 બૉય્સ ટુર્નામેન્ટ પણ રમાશે જેમાં કુલ ૬૦ પ્લેયર્સ ભાગ લેશે.

kandivli cricket news box cricket league sports news mumbai news news