01 April, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉપ ટેન લાયન્સ ચૅમ્પિયન
સંસ્થા દ્વારા રવિવાર, ૨૦૨૫ની ૩૦ માર્ચે ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-કાલિના, સાંતાક્રુઝ-ઈસ્ટ ખાતે TK રૂબી VPL 2025ની ફાઇનલ મૅચ ટૉપ ટેન લાયન્સ અને રંગોલી વાઇકિંગ્સની ટીમ વચ્ચે રમાઈ હતી.
રંગોલી વાઇકિંગ્સની ટીમ ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરતાં ૧૫.૩ ઓવરમાં ૮૧ રન બનાવી ઑલઆઉટ થઈ હતી જેમાં કૅપ્ટન મયૂર ગાલાએ ૧૪ બૉલમાં ૩ ફોર સાથે ૧૫ રન, દીપેશ ગડાએ ૩૦ બૉલમાં એક સિક્સરની મદદથી ૧૬ રન બનાવ્યા, નીરવ નિસરે ૭ બૉલમાં બે ફોર, ૧ સિક્સરની મદદથી ૧૬ રન બનાવ્યા હતા. કુણાલ નિસરે ૧૦ બૉલમાં ૧ ફોરની મદદથી ૧૧ રન, વિરલ શાહે ૧૨ બૉલમાં એક સિક્સરની મદદથી ૧૧ રન બનાવ્યા. ટૉપ ટેન લાયન્સ તરફથી બોલિંગમાં નિશિત ગાલાએ ૪ ઓવરમાં ૧૩ રન આપી ૪ વિકેટ લીધી હતી. કૅપ્ટન ભાવિક ગીંદરા અને દીપક શાહે બે-બે વિકેટ લીધી હતી. અમિત શાહે ૪ ઓવરમાં ૩૦ રન આપી ૧ વિકેટ લીધી હતી.
ટૉપ ટેન લાયન્સની ટીમે જવાબમાં ૧૪.૪ ઓવરમાં ૪ વિકેટે ૮૭ રન બનાવી શાનદાર જીત હાંસલ કરી હતી જેમાં દીપક શાહે ૩૬ બૉલમાં ૨૯ રન બનાવ્યા હતા. ૩ ફોરની મદદથી કુણાલ ગડાએ ૧૮ બૉલમાં ૨૪ રન કર્યા હતા. રંગોલી વાઇકિંગ્સ તરફથી અમલ ગડાએ ૩.૪ ઓવરમાં ૧૭ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે પાર્થ છાડવા અને મયૂર ગાલાએ એક-એક વિકેટ લીધી હતી. આ લો સ્કોરિંગ ફાઇનલ મૅચમાં ટૉપ ટેન લાયન્સની ટીમ TK રૂબી VPL 2025ની ચૅમ્પિયન બની હતી જેમાં પ્લેયર ઑફ ધ મૅચ ટૉપ ટેન લાયન્સનો નિશિત ગાલા રહ્યો હતો જેણે ૪ ઓવરમાં ૧૩ રન આપી ૪ વિકેટ લીધી હતી અને શાનદાર જીત મેળવવામાં મોટું યોગદાન આપ્યું હતું.