ભારતીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર વિજય શંકર હવે શ્રીલંકાની લીગમાં રમશે

29 May, 2026 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તામિલનાડુનો ૩૫ વર્ષનો ઑલરાઉન્ડર વિજય શંકર હવે લંકા પ્રીમિયર લીગની આગાની સીઝનમાં રમતો જોવા મળશે. વિદેશી લીગમાં રમવાનો રસ્તો સરળ બનાવવા માટે તેણે હાલમાં IPL અને ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.

વિજય શંકર

તામિલનાડુનો ૩૫ વર્ષનો ઑલરાઉન્ડર વિજય શંકર હવે લંકા પ્રીમિયર લીગની આગાની સીઝનમાં રમતો જોવા મળશે. વિદેશી લીગમાં રમવાનો રસ્તો સરળ બનાવવા માટે તેણે હાલમાં IPL અને ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડની ટુર્નામેન્ટમાં રમતા ખેલાડીઓને વિદેશી લીગમાં રમવા પર પ્રતિબંધ હોવાથી તેણે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી.

લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝન માટે પાંચ ટીમોએ પોતાના પ્રમુખ ખેલાડીઓ સાથેના કરારની જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં વિજય શંકર એકમાત્ર ભારતીય હતો. તેને કૅન્ડી રૉયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આગામી સીઝન ૧૭ જુલાઈથી ૮ ઑગસ્ટ વચ્ચે રમાશે. 

Vijay Shankar sri lanka cricket news sports news news