26 January, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમનાં બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં પ્રાઇવેટ લાઇફ ગાળી રહ્યાં છે. તેઓ ભાગ્યે જ સોશ્યલ મીડિયા પર પર્સનલ લાઇફની અપડેટ શૅર કરે છે. તાજેતરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ફૅન-પેજ પર કેટલીક તસવીરો શૅર કરવામાં આવી છે. આ તસવીરોમાં બન્ને લંડનમાં આવેલા પોતાના ઘરમાં પૂજા માટે સાથે પોઝ આપતાં જોવા મળે છે. તેમની સાથે પૂજારી પણ નજરે પડે છે. વિરાટે સફેદ કુરતા-પાયજામા પહેર્યાં છે, જ્યારે અનુષ્કાએ પીચ કલરના ડ્રેસ ઉપર વાઇટ કાર્ડિગન પહેર્યું છે. બન્નેનો લુક ખૂબ જ સિમ્પલ અને સોબર લાગી રહ્યો છે.