27 November, 2025 09:25 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા (ડાબે), રોહિત શર્મા (ઉપર) અને વિરાટ કોહલી (નીચે)
ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વન-ડે સિરીઝ માટે મંગળવારે લંડનથી મુંબઈ આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડે મૅચ માટે ગઈ કાલે તે ઝારખંડના રાંચીમાં પહોંચ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના શહેર રાંચીમાં શરૂ થનારી વન-ડે સિરીઝની ઓપનિંગ મૅચ માટે ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ સહિત કેટલાક સાઉથ આફ્રિકન પ્લેયર્સ પણ ઍરપોર્ટથી એન્ટ્રી મારતા જોવા મળ્યા હતા. ૩૦ નવેમ્બરે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વન-ડે મૅચ રમાશે.
ગઈ કાલે સાંજે અનુભવી બૅટર રોહિત શર્મા પણ રાંચી પહોંચ્યો હતો.