અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ માટે રોહિત અને વિરાટ અનફિટ?

05 June, 2026 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ચંડીગઢમાં ૬થી ૧૦ જૂન વચ્ચે રમાનારી ટેસ્ટ-મૅચ બાદ ભારત અને અફઘાનિસ્તાનની ટીમ ૧૩થી ૨૦ જૂન દરમ્યાન ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે.

અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ માટે રોહિત અને વિરાટ અનફિટ?

ન્યુ ચંડીગઢમાં ૬થી ૧૦ જૂન વચ્ચે રમાનારી ટેસ્ટ-મૅચ બાદ ભારત અને અફઘાનિસ્તાનની ટીમ ૧૩થી ૨૦ જૂન દરમ્યાન ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. ધરમશાલા, લખનઉ અને ચેન્નઈમાં રમાનારી આ મૅચોમાં સ્ટાર બૅટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમશે કે નહીં એ વિશે શંકા ઊભી થઈ છે. આ ખેલાડીઓની ગેરહાજરીમાં યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડ માટે વન-ડે સ્ક્વૉડના દરવાજા ફરી ખૂલી શકે છે.

અહેવાલો અનુસાર વિરાટ કોહલી હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે સિરીઝમાં રમી શકે એમ નથી. IPL 2026માં થયેલી હૅમસ્ટ્રિંગની ઇન્જરીમાંથી રોહિત શર્મા પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શક્યો નથી. સ્ક્વૉડની જાહેરાત સમયે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને સેન્ટર ઑફ એક્સેલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળશે તો જ વન-ડે સિરીઝમાં ભાગ લઈ શકશે એવું જણાવી દેવામાં આવ્યું હતું. 

rohit sharma virat kohli afghanistan cricket news sports news