06 November, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘરની બહાર વિદેશી ધરતી પર ૫૦ આટલી વખત વન-ડેમાં ૫૦ પ્લસનો સ્કોર કરનાર પહેલો ક્રિકેટર બન્યો વિરાટ કોહલી
૩૮મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ વિરાટ કોહલીએ સચિન તેન્ડુલકરનો વર્ષો જૂનો રેકૉર્ડ ધ્વસ્ત કર્યો હતો. SENA ટીમો એટલે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ,ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ત્રણેય ફૉર્મેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસનો સ્કોર કરવાનો રેકૉર્ડ હવે વિરાટ કોહલીના નામે થયો છે.
વિરાટ કોહલીએ SENA ટીમો સામે ૩૮૫ ઇનિંગ્સમાં ૧૩૪ વખત ૫૦ પ્લસ રનનો સ્કોર કર્યો છે. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં ૪૩ વખત, વન-ડે ક્રિકેટમાં ૭૩ વખત અને T20 ક્રિકેટમાં ૧૮ વખત ફિફ્ટી પ્લસ સ્કોર આ ૪ દેશો વચ્ચે કર્યો છે. સચિને ૪૧૭ ઇનિંગ્સમાં ૧૩૩ વખત આવી કમાલ કરી છે. વેસ્ટ ઇન્ડીઝનો બ્રાયન લારા ૧૦૦ વખતના આંકડા સાથે ત્રીજા ક્રમે છે.
ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી વિરાટ કોહલીનું વન-ડેમાં પ્રદર્શન કેવું રહ્યું છે?
ટેસ્ટ-ક્રિકેટમાંથી ૨૦૨૫ની ૧૨ મેએ નિવૃત્ત થયા પછી ભારતના વિરાટ કોહલીએ ૧૬ વન-ડે મૅચોમાં ૭૭.૦૮ની ઍવરેજથી અને ૧૧૫.૧૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૦૦૨ રન બનાવ્યા છે. તેણે ૪ સેન્ચુરી અને ૬ ફિફ્ટી ફટકારી છે. આ સમયગાળા દરમ્યાન કોહલી ત્રણ વખત ઝીરો પર આઉટ થયો છે.
વિરાટ કોહલી SENA દેશોમાં ૫૦ પ્લસની ઍવરેજથી વન-ડે રન કરનાર એકમાત્ર બૅટર
વિરાટ કોહલી વન-ડે ઇતિહાસમાં સૌપ્રથમ એવો બૅટ્સમૅન બન્યો છે જેણે SENA દેશોમાં ઓછામાં ઓછી ૫૦ રનની ઍવરેજથી રન કર્યા છે. વિરાટે ન્યુ ઝીલૅન્ડમાં ૫૧.૫૩ની ઍવરેજથી ૧૪ મૅચમાં ૬૭૦ રન, ઑસ્ટ્રેલિયામાં ૫૦.૦૩ના ઍવરેજથી ૩૨ મૅચમાં ૧૪૦૧ રન, ઇંગ્લૅન્ડમાં ૫૧.૪૮ની ઍવરેજથી ૩૬ મૅચમાં ૧૪૯૩ રન અને સાઉથ આફ્રિકામાં ૭૬.૩૮ની ઍવરેજથી ૨૦ મૅચમાં ૯૯૩ રન કર્યા છે.