27 October, 2025 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ અંતિમ મૅચમાં ૭૪ રન ફટકારીને મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. વાઇટ-બૉલ ક્રિકેટ એટલે કે વન-ડે અને T20 ઇન્ટરનૅશનલમાં તે હવે સૌથી વધુ રન ફટકારનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે.
સચિન તેન્ડુલકરે પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૪૫૨ વન-ડે ઇનિંગ્સમાં ૧૮,૪૨૬ રન અને એક T20 ઇનિંગ્સમાં ૧૦ રન સાથે વાઇટ-બૉલ ક્રિકેટમાં ૧૮,૪૩૬ રન કર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ ૪૧૦ ઇન્ટરનૅશનલ વાઇટ-બૉલ ક્રિકેટ-ઇનિંગ્સમાં ૧૮,૪૪૩ રન કરીને માસ્ટર બ્લાસ્ટરનો ૧૨ વર્ષ જૂનો મહારેકૉર્ડ તોડ્યો છે. કિંગ કોહલી ૨૯૩ ઇનિંગ્સમાં ૧૪,૨૫૫ રન કરીને હાલમાં વન-ડેનો નંબર-ટૂ બૅટર બન્યો છે, જ્યારે T20 ઇન્ટરનૅશનલની ૧૧૭ ઇનિંગ્સમાં તે ૪૧૮૮ રન કરીને આ ફૉર્મેટના હાઇએસ્ટ રન-સ્કોરરમાં ત્રીજા ક્રમે છે.
6000- વન-ડેમાં સફળ રન-ચેઝમાં આટલા હજાર રન કરનાર પહેલો ક્રિકેટર બન્યો વિરાટ કોહલી (૬૦૭૨ રન)
|
વાઇટ-બૉલ ક્રિકેટમાં સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન |
||
|
નામ |
ઇનિંગ્સ |
રન |
|
વિરાટ કોહલી |
૪૧૦ |
૧૮,૪૪૩ |
|
સચિન તેન્ડુલકર |
૪૫૩ |
૧૮,૪૩૬ |
|
કુમાર સંગાકારા |
૪૩૩ |
૧૫,૬૧૬ |
|
રોહિત શર્મા |
૪૧૯ |
૧૫,૬૦૧ |
|
માહેલા જયવર્દને |
૪૭૩ |
૧૪,૧૪૩ |
૭૦- આટલી વખત વન-ડેમાં રન-ચેઝ સમયે ૫૦ પ્લસની ઇનિંગ્સ રમીને વિરાટે સચિનનો ૬૯ વખતનો રેકૉર્ડ પણ તોડ્યો