વન-ડે ક્રિકેટમાં વિરાટ પાંચ વર્ષે ફરી નંબર વન, પણ હવે ડૅરિલ મિચલ છીનવી લેશે તાજ

15 January, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટ જુલાઈ ૨૦૨૧ પછી ટોચના સ્થાને પાછો ફર્યો છે. ગઈ કાલની વન-ડે પહેલાંની પાંચ મૅચમાં તેણે કરેલા ૭૪ અણનમ, ૧૩૫, ૧૦૨, ૬૫ અ‌ણનમ અને ૯૩ રનના સ્કોરે તેને ફરીથી ટોચનું સ્થાન અપાવ્યું છે. વિરાટ ઑક્ટોબર ૨૦૧૩માં વન-ડેનો નંબર વન બૅટર બન્યો હતો.

વિરાટ કોહલી

વડોદરાના કોટંબી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની પહેલી વન-ડેમાં ભારતીય ટીમે વિજય મેળવ્યા પછી વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં ફરીથી જગતનો નંબર વન બૅટર બની ગયો છે. તેણે આ સ્થાન પરથી રોહિત શર્માને દૂર કર્યો છે એટલું જ નહીં, રોહિત હવે ત્રીજા સ્થાને સરી પડ્યો છે. ન્યુ ઝીલૅન્ડનો ડૅરિલ મિચલ પહેલી વન-ડેમાં ૭૧ બૉલમાં ૮૪ રન ફટકારીને બીજા સ્થાને આવી ગયો હતો. જોકે વિરાટના ૭૮૫ પૉઇન્ટ સામે મિચલના ૭૮૪ પૉઇન્ટ હતા એટલે મિચલ ગઈ કાલની સેન્ચુરી પછી નંબર વન બની જશે એ નક્કી છે. 

વન-ડેમાં કોણ કેટલા દિવસ નંબર વન?

નામ

દિવસો

વિવ રિચર્ડ્‌સ

૨૩૦૬

બ્રાયન લારા

૨૦૭૯

માઇકલ બૅવન

૧૩૬૧

બાબર આઝમ

૧૩૫૯

એ.બી. ડિવિલિયર્સ

૧૩૫૬

ડીન જોન્સ

૧૧૬૧

કીથ ફ્લેચર

૧૧૦૧

હાશિમ અમલા

૧૦૪૭

ગ્રેગ ચૅપલ

૯૯૮

વિરાટ કોહલી

૮૨૫

વિરાટ જુલાઈ ૨૦૨૧ પછી ટોચના સ્થાને પાછો ફર્યો છે. ગઈ કાલની વન-ડે પહેલાંની પાંચ મૅચમાં તેણે કરેલા ૭૪ અણનમ, ૧૩૫, ૧૦૨, ૬૫ અ‌ણનમ અને ૯૩ રનના સ્કોરે તેને ફરીથી ટોચનું સ્થાન અપાવ્યું છે. વિરાટ ઑક્ટોબર ૨૦૧૩માં વન-ડેનો નંબર વન બૅટર બન્યો હતો. અત્યારે તે અગિયારમી વાર આ સ્થાને પહોંચ્યો છે. વિરાટ આ સ્થાન પર કુલ ૮૨૫ દિવસ રહ્યો છે. ભારતનો બીજો કોઈ બૅટર આટલા દિવસ સુધી વન-ડે ક્રિકેટમાં નંબર વન નથી રહ્યો. સૌથી વધુ દિવસ નંબર વન રહેનારા પ્લેયર્સની યાદીમાં વિરાટનો નંબર દસમો છે.

virat kohli kl rahul new zealand indian cricket team cricket news sports sports news