સૂરજને લીધે ચહેરા ખીલી ઊઠ્યા

10 June, 2021 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડમાં ક્વૉરન્ટીન પિરિયડ બાદ ભારતીય ટીમે હવે ગ્રુપ ટ્રેઇનિંગ શરૂ કરી છે.

વિરાટ કોહલી, શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા

ઇંગ્લૅન્ડમાં ક્વૉરન્ટીન પિરિયડ બાદ ભારતીય ટીમે હવે ગ્રુપ ટ્રેઇનિંગ શરૂ કરી છે. ઇંગ્લૅન્ડ પહોંચ્યા બાદ ત્રણેક દિવસના હાર્ડ ક્વૉરન્ટીન બાદ નાના ગ્રુપમાં ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. બેએક દિવસ બાદ આખી ટીમને એકસાથે પ્રૅક્ટિસ કરવાની છૂટ મળશે.

આઇસોલેશન બાદ ત્રણેક દિવસે સૂરજની રોશનીમાં તેમના ચહેરા ખીલી ઊઠ્યા હતા અને કૅપ્ટન વિરાટ કોહલીએ અનુભવી ચેતેશ્વર પુજારા અને યુવા શુભમન ગિલ સાથે ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને લખ્યું હતું, ‘સૂરજ મુસ્કાન લાવે છે.’

england virat kohli cheteshwar pujara cricket news sports news sports