ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડેમાં સૌથી વધુ રન કરનારો ભારતીય બૅટર બન્યો વિરાટ કોહલી

15 January, 2026 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિન તેન્ડુલકરને પાછળ છોડ્યો, તેના કરતાં વધુ ઝડપે કર્યા રન

સચિન તેન્ડુલકર

વિરાટ કોહલીએ ગઈ કાલે રાજકોટમાં પહેલો રન કર્યો ત્યારે તે વન-ડે ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ રન કરનારો ભારતીય બૅટર બની ગયો હતો. અત્યાર સુધી આ રૅકૉર્ડ સચિન તેન્ડુલકરના નામે હતો. વિરાટે કિવીઓ સામે હવે ૩૫ વન-ડેમાં ૧૭૭૩ રન કર્યા છે. સચિને ૪૨ મૅચમાં ૧૭૫૦ રન કર્યા હતા. વન-ડેમાં કિવીઓ સામે સૌથી વધુ રન કરવાનો ઓવરઑલ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગના નામે છે, તેણે ૫૦ ઇનિંગ્સમાં ૧૯૭૧ રન કર્યા છે.

virat kohli sachin tendulkar cricket news new zealand indian cricket team sports news sports