08 January, 2026 10:09 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી વડોદરામાં ચાહકોથી ઘેરાઈ ગયો
ન્યુ ઝીલૅન્ડ સામે રવિવારથી શરૂ થતી ત્રણ મૅચની વન-ડે સિરીઝની રવિવારની પહેલી મૅચ માટે ગઈ કાલે વડોદરા પહોંચેલા વિરાટ કોહલીને ઍરપોર્ટ પર ચાહકો ઘેરી વળ્યા હતા. સિક્યૉરિટી ગાર્ડ્સના કવચમાં તે માંડ-માંડ કાર સુધી પહોંચ્યો હતો.