IPL 2021 બાદ વિરાટ કોહલી RCB કેપ્ટનપદેથી રાજીનામું આપશે

20 September, 2021 12:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ રવિવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 સીઝન બાદ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે.

વિરાટ કોહલી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ રવિવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 સીઝન બાદ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. ફ્રેન્ચાઇઝીએ એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં RCBના કેપ્ટને પોતાનો નિર્ણય બહાર પાડ્યો હતો. સત્તાવાર નિવેદનમાં કોહલીએ કહ્યું કે, “આરસીબી ટીમમાં ખેલાડીઓના પ્રતિભાશાળી સમૂહનું નેતૃત્વ કરીને, આ એક સરસ અને પ્રેરણાદાયક પ્રવાસ રહ્યો છે. હું આરસીબી મેનેજમેન્ટ, કોચ, સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓ અને સમગ્ર આરસીબી પરિવારનો આભાર માનવા માંગુ છું, જેમણે વર્ષોથી ફ્રેન્ચાઇઝીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

“આ સરળ નિર્ણય ન હતો, પરંતુ આ અદ્ભુત ફ્રેન્ચાઇઝીના શ્રેષ્ઠ હિતમાં અને તેના વિશે સારી રીતે વિચારવામાં આવ્યો હતો. આરસીબી પરિવાર મારા હૃદયની નજીક છે કારણ કે અમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છીએ, જેમ મેં અગાઉ ઘણા પ્રસંગોએ કહ્યું છે કે હું ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ સુધી માત્ર આરસીબી માટે જ રમીશ.”

કોહલીએ આઈસીસી ટી 20 વર્લ્ડકપના અંતે ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન પદેથી રાજીનામું આપવાનું નિવેદન બહાર પાડ્યાના થોડા દિવસો બાદ આ જાહેરાત કરી છે.

જોકે, કોહલી ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે.

રાજીનામું આપતા પહેલા, કોહલીએ આરસીબીને આ વર્ષે પ્રથમ આઈપીએલ ખિતાબ અપાવવાની આશા સેવી છે. આરસીબી હાલમાં આઠ મેચમાંથી 12 પોઇન્ટ સાથે લીગ ટેબલમાં પ્રથામ સ્થાને છે.

Virat Kohli To Step Down As RCB Captain After IPL 2021

cricket news sports news virat kohli ipl 2021