IPLમાં ક્રિકેટ રમનાર અને અમ્પાયરિંગ કરનાર પહેલવહેલી વ્યક્તિ બનશે વિરાટ કોહલીનો ભૂતપૂર્વ સાથી તન્મય શ્રીવાસ્તવ

21 March, 2025 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮ના અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતના વિજયી અભિયાન દરમ્યાન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરનાર તન્મય શ્રીવાસ્તવ IPLની આગામી સીઝનમાં નવી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. IPLમાં ક્રિકેટ રમનાર અને અમ્પાયરિંગ કરનાર પહેલ વ્યક્તિ બનશે.

ફાઇલ તસવીર

૨૦૦૮ના અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતના વિજયી અભિયાન દરમ્યાન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરનાર તન્મય શ્રીવાસ્તવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનમાં નવી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. ઉત્તર પ્રદેશનો ૩૫ વર્ષનો આ ભૂતપૂર્વ ક્રિકેટર અને સ્થાનિક સર્કિટનો અમ્પાયર તન્મય શ્રીવાસ્તવ IPLમાં ક્રિકેટ રમનાર અને અમ્પાયરિંગ કરનાર પહેલી વ્યક્તિ બની જશે. અહેવાલ અનુસાર તે IPL 2025ની પહેલી જ મૅચમાં અમ્પાયરિંગ કરતો જોવા મળી શકે છે જેમાં વિરાટ કોહલી બૅન્ગલોર માટે રમતો જોવા મળશે.

૨૦૦૮ના અન્ડર-19 વર્લ્ડ કપમાં તેણે ભારત માટે છ ઇનિંગ્સમાં સૌથી વધુ ૨૬૨ રન ફટકાર્યા હતા. ઑલમોસ્ટ પાંચ વર્ષ પહેલાં પ્રોફેશનલ ક્રિકેટ છોડનાર તન્મય ૯૦ ફર્સ્ટ ક્લાસ મૅચ અને ૪૪ લિસ્ટ-A મૅચ રમ્યો છે. ૨૦૦૮ અને ૨૦૦૯માં પંજાબની ફ્રૅન્ચાઇઝી માટે તે સાત મૅચ રમ્યો, પણ ત્રણ ઇનિંગ્સમાં આઠ રન જ બનાવી શક્યો હતો.

virat kohli IPL 2025 gujarati mid-day cricket news sports news