01 March, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી, દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એદલજી.
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટૅન્ડ અને ૩ ગેટના નામકરણનો નિર્ણય લીધો છે. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીના નામ પર સ્ટૅન્ડ રાખવામાં આવશે. આ સ્ટૅન્ડ પ્રેસ-બૉક્સ નીચે સ્થિત લેવલ ૧ પર રહેશે. વાનખેડે સ્ટેડિયમના ગેટ નંબર-૩નું નામ ભારત માટે ૩૦ ટેસ્ટ-મૅચ રમનાર દિલીપ સરદેસાઈ, ગેટ-નંબર ૬નું નામ ભારતીય ટીમના શાનદાર ફીલ્ડર એકનાથ સોલકર અને ગેટ નંબર પાંચનું નામ ભારતનાં ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાયના એદલજી પર રાખવામાં આવશે.