પાકિસ્તાનમાં ૨૦૦ બિલાડી ખરીદી શકાય એટલા પૈસામાં પડ્યું વસીમ અકરમને ઑસ્ટ્રેલિયામાં એક બિલાડીનું ગ્રૂમિંગ-સેશન

14 November, 2024 11:15 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝમાં કૉમેન્ટરી દરમ્યાન એક વિચિત્ર ઘટના વિશે જણાવ્યું હતું.

કૉમેન્ટરીનો વિડિયો વાઇરલ થયા બાદ પોતાની બિલાડીનો ફોટો શૅર કર્યો વસીમ અકરમે.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝમાં કૉમેન્ટરી દરમ્યાન એક વિચિત્ર ઘટના વિશે જણાવ્યું હતું. તેની બીજી અને વર્તમાન પત્નીના દેશમાં તેણે પોતાની બિલાડીના ગ્રૂમિંગ-સેશન પાછળ ૧૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર ખર્ચી કાઢ્યા હતા. એની કિંમત ૫૫,૦૦૦ ભારતીય રૂપિયા અને ૧,૮૫,૦૦૦ પાકિસ્તાની રૂપિયા થાય છે. 

કૉમેન્ટરી દરમ્યાન અકરમે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં મને મારી બિલાડીનું ગ્રૂમિંગ-સેશન ૧૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)માં પડ્યું. આટલા પૈસામાં હું પાકિસ્તાનમાં ૨૦૦ બિલાડીની હેરકટ કરાવી શકું કે ખરીદી પણ શકું છું. આ સેશનના મોટા ખર્ચ તરીકે તેમણે બિલાડીના મેડિકલ ચેક-અપ માટે ૧૦૫ AUD (૫૦૦૦ રૂપિયા), ઍનેસ્થેસિયા માટે ૩૦૫ AUD (૧૫,૦૦૦ રૂપિયા), વાળ કાપવા માટે 40 AUD (૨૦૦૦ રૂપિયા), આફટર કૅર માટે ૧૨૦ AUD (૬૬૦૦ રૂપિયા) અને કાર્ડિયો ટેસ્ટ માટે ૨૫૧ AUD (૧૩,૮૦૦ રૂપિયા) ચાર્જ કર્યા હતા.’

pakistan wasim akram australia cricket news sports sports news