✕

ભારતીય વન-ડે ટીમમાં રોહિત-વિરાટનું ખાલી પદ ભવિષ્યમાં યશસ્વી-તિલક લેશે: વસીમ જાફર

06 October, 2026 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ભૂતપૂર્વ શાનદાર રણજી બૅટર વસીમ જાફરે ભારતીય વન-ડે ટીમના ભવિષ્ય વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વસીમ જાફર કહે છે, ‘એવો સમય આવશે જ્યારે વિરાટ અને રોહિત ક્રિકેટમાંથી વિદાય લેશે.

ભારતીય વન-ડે ટીમમાં રોહિત-વિરાટનું ખાલી પદ ભવિષ્યમાં યશસ્વી-તિલક લેશે : વસીમ જાફર

મુંબઈના ભૂતપૂર્વ શાનદાર રણજી બૅટર વસીમ જાફરે ભારતીય વન-ડે ટીમના ભવિષ્ય વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વસીમ જાફર કહે છે, ‘એવો સમય આવશે જ્યારે વિરાટ અને રોહિત ક્રિકેટમાંથી વિદાય લેશે. રોહિત શર્મા સ્વાભાવિક રીતે ટૉપ-ઑર્ડર બેટર છે અને યશસ્વી જાયસવાલ તેનું સ્થાન લેશે. વિરાટ કોહલીની ભૂમિકામાં ડાબોડી બેટર તિલક વર્મા આવશે. તે ત્રણેય ફૉર્મેટમાં ખૂબ જ સરળતાથી ફિટ થઈ શકે છે.’
તિલક વર્મા ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે ભારત માટે પાંચ વન-ડે મૅચની ૪ ઇનિંગ્સમાં એક ફિફ્ટીની મદદથી ૬૮ રન કરી ચૂક્યો છે. યશસ્વીએ ૨૦૨૫થી વન-ડે મૅચમાં બે સેન્ચુરીની મદદથી ૨૮૫ રન ઝૂડ્યા છે. વન-ડે ટીમમાં રોહિત-વિરાટની હાજરીને કારણે ભાગ્યે જ આ બન્નેને વન-ડે રમવા મળે છે. 

cricket news sports news sports rohit sharma virat kohli yashasvi jaiswal tilak varma