કર્ણાટક ક્રિકેટે પ્લેઑફ મૅચો માટે ૧૦ હજાર મફત ટિકિટ માગી હતી : દેવજીત સૈકિયા

08 May, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેથી IPL 2026 પ્લેઑફ અને ફાઇનલ મૅચોની યજમાની કેમ છીનવી લેવાઈ એ વિશે મોટો ખુલાસો કર્યો છે.

દેવજીત સૈકિયા

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેથી IPL 2026 પ્લેઑફ અને ફાઇનલ મૅચોની યજમાની કેમ છીનવી લેવાઈ એ વિશે મોટો ખુલાસો કર્યો છે. દેવજીત સૈકિયા કહે છે કે ‘IPL પ્રોટોકૉલ મુજબ યજમાન સંગઠનને કુલ બેઠકક્ષમતાના માત્ર ૧૫ ટકા મફત ટિકિટ આપવાનું ફરજિયાત છે. ૪૦ હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમ માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશને જે મફત ટિકિટ માગી એ જાણીને અમે આશ્ચર્યચકિત થઈ ગયા.’

દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે ‘૧૫ ટકા મફત ટિકિટના ક્વોટા ઉપરાંત તેમને તેમના સભ્યો, સંલગ્ન ક્લબો અને અન્ય વ્યક્તિઓ માટે ટિકિટની વધુ નોંધપાત્ર ફાળવણીની માગ કરી હતી. સૌથી આશ્ચર્યજનક રીતે તેમણે તેમના સ્થાનિક વિધાનસભાના સભ્યો અને વિધાનપરિષદના સભ્યો માટે પણ ટિકિટની વિનંતી કરી હતી. કર્ણાટક સરકાર માટે ખાસ ૭૦૦ ટિકિટ સહિત તેમણે લગભગ ૧૦ હજાર મફત ટિકિટની ડિમાન્ડ મૂકી હતી. અમે IPLના નિયમો હેઠળ માન્ય મર્યાદા કરતાં વધુ ટિકિટ આપીને અમારા પ્રોટોકૉલનું ઉલ્લંઘન કરી શકતા નથી.’

karnataka royal challengers bangalore board of control for cricket in india IPL 2026 cricket news sports news