વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજની મૅચ કોની-કોની?

20 June, 2026 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૪મી મૅચ આજે ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે. કાંગારૂ ટીમને પહેલી બન્ને મૅચમાં જીત મળી છે, જ્યારે પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલી નેધરલૅન્ડ્સની ટીમ હજી પણ પહેલી જીતની શોધમાં છે. 

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજની મૅચ કોની-કોની?

આૅસ્ટ્રેલિયા vs નેધરલૅન્ડ્સ : બપોરે ૩ વાગ્યે, સાઉધમ્પ્ટન
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૪મી મૅચ આજે ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે. કાંગારૂ ટીમને પહેલી બન્ને મૅચમાં જીત મળી છે, જ્યારે પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલી નેધરલૅન્ડ્સની ટીમ હજી પણ પહેલી જીતની શોધમાં છે. 
સાઉથ આફ્રિકાને ૬૫ રનથી અને બંગલાદેશને ૯ વિકેટે હરાવીને ઑસ્ટ્રેલિયા ગ્રુપ Aમાં ભારત બાદ બીજા ક્રમે છે, જ્યારે બંગલાદેશ અને ભારત સામે હારીને નેધરલૅન્ડ્સ છઠ્ઠા ક્રમની તળિયાની ટીમ છે. ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સ વચ્ચે પહેલી વખત T20 મૅચ રમાશે.હમણાં સુધી બન્ને વચ્ચે ૧૯૮૮થી ૨૦૦૦ની વચ્ચે પાંચ વન-ડે મૅચ રમાઈ હતી અને પાંચેય મૅચ કાંગારૂ ટીમે જીતી હતી.      
પાકિસ્તાન vs બંગલાદેશ : સાંજે ૭ વાગ્યે, સાઉધમ્પ્ટન
વર્લ્ડ કપની ૧૫મી મૅચ ભારતના બે પડોશી દેશ 
પાકિસ્તાન અને બંગલાદેશની વિમેન્સ ટીમ વચ્ચે રમાશે. પાકિસ્તાનની ટીમ ભારત અને સાઉથ આફ્રિકા સામે પોતાની શરૂઆતની બન્ને મૅચ હાર્યું છે. બંગલાદેશી ટીમ નેધરલૅન્ડ્સ સામે વિજયી શરૂઆત બાદ ઑસ્ટ્રેલિયા સામે બીજી મૅચ હારી હતી.
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે ૨૦૧૨થી ૨૦૨૩ વચ્ચે ૨૦ T20 મૅચ રમાઈ હતી. પાકિસ્તાન ૧૬ મૅચ અને બંગલાદેશ ૪ મૅચ જીત્યું છે. 
ઇંગ્લૅન્ડ vs સ્કૉટલૅન્ડ : રાતે ૧૧ વાગ્યે, હેડિંગ્લી  
ગ્રુપ Bની નંબર વન ટીમ અને યજમાન ટીમ ઇંગ્લૅન્ડ આજે વિજયી હૅટ-ટ્રિક લગાવવા માટે સ્કૉટલૅન્ડ સામે ઊતરશે. શ્રીલંકા અને આયરલૅન્ડને કચડીને હાલમાં ઇંગ્લૅન્ડ પોતાના ગ્રુપમાં નંબર વન છે. સ્કૉટલૅન્ડે આયરલૅન્ડ સામે વિજયી શરૂઆત બાદ વેસ્ટ ઇન્ડીઝ સામે હારનો સામનો કર્યો હતો. 
આ બન્ને ટીમ વચ્ચે પહેલી વખત T20 મૅચ રમાશે. ૨૦૦૮થી ૨૦૧૮ વચ્ચે પાંચ વન-ડે રમાઈ હતી. એમાંથી ઇંગ્લૅન્ડ ત્રણ મૅચ અને સ્કૉટલૅન્ડ એક મૅચ જીત્યું છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. 

scotland cricket news sports news sports australia netherlands pakistan bangladesh england womens asia cup rising stars