WPL 2026ની ફાઇનલ પહેલાં ગોવા જઈ આવી સ્મૃતિ માન્ધનાની ગર્લ-ગૅન્ગ

04 February, 2026 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૯ જાન્યુઆરીએ પોતાની અંતિમ લીગ સ્ટેજ-મૅચ રમ્યા બાદ વર્તમાન સીઝનની પહેલી ફાઇનલિસ્ટ ટીમ બૅન્ગલોર-ગોવા ટ્રિપ પર ઊપડી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB) માટે વર્તમાન વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) શાનદાર રહી છે. દિલ્હી કૅપિટલ્સે પહેલી ત્રણેય સીઝનમાં ટેબલ-ટૉપર રહીને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી એ સિલસિલો આ વખતે બૅન્ગલોરે તોડ્યો હતો. ૨૯ જાન્યુઆરીએ પોતાની અંતિમ લીગ સ્ટેજ-મૅચ રમ્યા બાદ વર્તમાન સીઝનની પહેલી ફાઇનલિસ્ટ ટીમ બૅન્ગલોર-ગોવા ટ્રિપ પર ઊપડી હતી. 
WPL 2026ની ફાઇનલ મૅચ પહેલાં સ્મૃતિ માન્ધનાની ગર્લ-ગૅન્ગે આખી સીઝનનો થાક ગોવામાં ઉતાર્યો હતો. ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેન બેલ અને ભારતીય સ્પિનર શ્રેયન્કા પાટીલે આ ટ્રિપના યાદગાર ફોટો શૅર કર્યા હતા. ફાઇનલ મૅચમાં પોતાની હરીફને પછાડવા માટે હવે કૅપ્ટન સ્મૃતિ માન્ધના સહિતના પ્લેયર્સ બરોડા પરત ફરશે.

womens premier league royal challengers bangalore goa travel smriti mandhana cricket news sports sports news