WPLની ફાઇનલ પહેલાં RCBની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને હતો ૧૦૩ ડિગ્રી સેલ્સિયસનો તાવ

07 February, 2026 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં રેકૉર્ડ ભાગીદારી અને રન-ચેઝની મદદથી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી જ વખત એક ટેબલ-ટૉપર ટીમ ચૅમ્પિયન બની હતી.

ફાઇનલ જીતી ગયા બાદ ડાન્સ સાથે સેલિબ્રેટ કરી રહેલી બૅન્ગલોરની વિમેન્સ ટીમ.

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં રેકૉર્ડ ભાગીદારી અને રન-ચેઝની મદદથી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી જ વખત એક ટેબલ-ટૉપર ટીમ ચૅમ્પિયન બની હતી. આ પહેલાં ટૉપર રહેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ ત્રણેય સીઝનમાં રનર-અપ ટીમ જ રહી હતી. બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ રેકૉર્ડ છઠ્ઠી શતકીય ભાગીદારીનો ભાગ બનીને ૮૭ રનની હાઇએસ્ટ મૅચ-વિનિંગ ઇનિંગ્સ પણ રમી હતી. 
તમને જાણીને નવાઈ લાગશે કે ફાઇનલ મુકાબલાની આગલી રાત્રે સ્મૃતિ માન્ધના ખૂબ જ બીમાર હતી. તેને ૧૦૩ ડિગ્રી સેલ્સિયસનો તાવ હતો, પરંતુ તેની સખત મહેનત અને સમર્પણને કારણે બૅન્ગલોરે દિલ્હી સામે રેકૉર્ડ રન-ચેઝ નોંધણી હતી. સેલિબ્રેશન માટેની પાર્ટી પહેલાં ડ્રેસિંગ રૂમની સ્પીચમાં હેડ કોચ માલોલન રંગરાજને કહ્યું હતું કે ‘સ્મૃતિ, આટલી અદ્ભુત કૅપ્ટન બનવા બદલ ખૂબ-ખૂબ આભાર. અને કોઈ ફરિયાદ વિના આ રમતમાં આવવા બદલ પણ આભાર. મને ખબર છે કે ગઈ કાલે રાત્રે તું કેટલી બીમાર હતી. તેં પ્રયાસ કર્યો. જેમને ખબર નથી તેમના માટે કહું છું કે ફાઇનલ મૅચ પહેલાં ગઈ કાલે તેને ૧૦૩ ડિગ્રી તાવ આવ્યો હતો.’

womens premier league cricket news smriti mandhana royal challengers bangalore sports news sports