29 October, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ૨૫ પ્લેયર્સને ખરીદવા પાંચ ટીમોએ ૬.૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સીઝન માટે પાંચ ટીમોમાં ૨૭ ખાલી જગ્યા ભરવા માટે ૧૫૦ પ્લેયર્સ ઑક્શનમાં ઊતરી હતી. ગઈ કાલે બપોરે ઑક્શન-લિસ્ટમાં એક વિદેશી સહિત ૪ ભારતીય અનકૅપ્ડ પ્લેયર્સ ઉમેરાઈ હતી. ગઈ કાલે ૨૭માંથી ૨૫ ખેલાડીઓના સ્પૉટ ભરવામાં આવ્યા હતા જેના માટે પાંચ ટીમોએ ૬.૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બૅન્ગલોર અને દિલ્હીએ એક-એક જગ્યા ખાલી જ રાખી હતી.
ઑસ્ટ્રેલિયાની વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચૅમ્પિયન કૅપ્ટન અને ઑલરાઉન્ડર સોફી મૉલિન્યૂને ૧.૧૦ કરોડ રૂપિયામાં યુપી વૉરિયર્સે પોતાની સ્ક્વૉડમાં સામેલ કરી હતી. ૨૦૨૩-`૨૪ માં બૅન્ગલોર માટે રમીને તેણે ૧૨ વિકેટ લઈને ૭૮ રન કર્યા હતા. છેલ્લી ૪ સીઝન યુપી વૉરિયર્સ માટે રમનાર સ્ટાર બૅટર કિરણ નવગિરેને દિલ્હી કૅપિટલ્સે ૭૫ લાખ રૂપિયામાં ખરીદી હતી.
૪૦-૪૦ લાખ રૂપિયામાં જી. કમલિનીને મુંબઈએ અને કાંગારૂ સ્પિન ઑલરાઉન્ડર જેસ જોનસનને બૅન્ગલોરે પોતાની ટીમમાં સામેલ કરી હતી. આયરલૅન્ડની ઑલરાઉન્ડર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને ૩૦ લાખમાં ગુજરાતે ખરીદી હતી. એના સહિત ૬ ખેલાડીઓ પર ૩૦ લાખ રૂપિયાની બોલી લાગી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ: દિશા કસાત (૧૦ લાખ), લતિકા ઈનામદાર (૧૦ લાખ), ભારતી રાવલ (૧૦ લાખ), સાનિકા ચાલકે (૧૦ લાખ), શ્વેતા સેહરાવત (૨૦ લાખ), અક્ષિતા ભગત (૧૦ લાખ)
દિલ્હી કૅપિટલ્સ: કિરણ નવગિરે (૭૫ લાખ), ઉમા કાશ્વી (૧૦ લાખ), કિર્સ્ટી ગૉર્ડન (૧૦ લાખ), નઝ્મા ખાન
(૧૦ લાખ)
ગુજરાત જાયન્ટ્સ: જી. કમલિની (૪૦ લાખ), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (૩૦ લાખ), સમાયરા રાઘવ (૧૦ લાખ)
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ: જેસ જોનસન (૪૦ લાખ), તેજલ હસબનીસ (૩૦ લાખ), વૃંદા દિનેશ ( ૧૦ લાખ), ક્લોઇ ટ્રાયૉન (૩૦ લાખ)
યુપી વૉરિયર્સ: સોફી મૉલિન્યૂ (૧.૧૦ કરોડ), સ્નેહ રાણા (૩૦ લાખ), ગ્રેસ હૅરિસ (૩૦ લાખ), સુષ્મા વર્મા (૩૦ લાખ), કૅથરિન બ્રાઇસ (૧૦ લાખ), મનાલી દક્ષિણી (૧૦ લાખ), સાહના પવાર (૧૦ લાખ), આશા શોભના
(૩૦ લાખ)