WPLની ઑરેન્જ કૅપ જીતનાર પહેલી ભારતીય બની સ્મૃતિ માન્ધના, મોસ્ટ વૅલ્યુએબલ રહી સોફી ડિવાઇન

07 February, 2026 06:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની કૅપ્ટન સ્મૃતિ માન્ધના માટે યાદગાર રહી હતી. બૅન્ગલોરને આ ટુર્નામેન્ટમાં સતત ૬ મૅચ જીતનારી ટીમ બનાવવાની સાથે સ્મૃતિએ ટીમને બીજી વખત ચૅમ્પિયન બનાવી હતી. 

સોફી ડિવાઇન

૯ મૅચમાં ૩૭૭ રન ફટકારીને સ્મૃતિ માન્ધના ઑરેન્જ કૅપ એટલે કે સૌથી વધુ રન ફટકારનાર પ્લેયરનો અવૉર્ડ જીતનાર પહેલી ભારતીય બની છે. સ્મૃતિ માન્ધનાએ આ ટુર્નામેન્ટમાં ૨૪ બૉલમાં પોતાની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાની સાથે ફાઇનલનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ જીત્યો હતો. ગુજરાત જાયન્ટ્સની ઑલરાઉન્ડર સોફી ડિવાઇન પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ સાથે ઘણા મહત્ત્વપૂર્ણ અવૉર્ડ જીતી હતી. 

womens premier league smriti mandhana royal challengers bangalore cricket news sports news sports