30 August, 2025 06:56 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
મેન્સ હોકી એશિયા કપની ટ્રોફી સાથે હરમનપ્રીત સિંહ સહિત આઠ ટીમના કૅપ્ટન્સ.
આજથી બિહારના રાજગીર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં બારમો મેન્સ હૉકી એશિયા કપ શરૂ થશે. એશિયાની ૮ ટીમ વચ્ચેની આ ટુર્નામેન્ટનો ફાઇનલ જંગ ૭ સપ્ટેમ્બરે થશે. ચૅમ્પિયન ટીમ આગામી વર્ષે બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં આયોજિત હૉકી વર્લ્ડ કપમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવશે, જ્યારે બેથી છઠ્ઠા ક્રમની ટીમ વર્લ્ડ કપ ક્વૉલિફાયર રમશે.
૧૯૮૨થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સૌથી વધુ ૮ વખત ફાઇનલ મૅચ રમી છે.
કયા ગ્રુપમાં કઈ ટીમ?
ગ્રુપ A : ભારત, ચીન, જપાન, કઝાખસ્તાન
ગ્રુપ B : સાઉથ કોરિયા, મલેશિયા, બંગલાદેશ, ચાઇનીઝ તાઇપેઇ
ભારતીય હૉકી ટીમનું શેડ્યુલ
૨૯ આૅગસ્ટ : ચીન સામે બપોરે ૩ વાગ્યે
૩૧ આૅગસ્ટ : જપાન સામે બપોરે ૩ વાગ્યે
૧ સપ્ટેમ્બર : કઝાખસ્તાન સામે સાંજે ૭.૩૦ વાગ્યે
એશિયા કપની ચૅમ્પિયન ટીમો
સાઉથ કોરિયા : પાંચ વખત (૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૨૨)
ભારત : ત્રણ વખત (૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૭)
પાકિસ્તાન : ત્રણ વખત (૧૯૮૨, ૧૯૮૫, ૧૯૮૯)