21 September, 2026 02:10 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
ભારતીય મેન્સ અને વિમેન્સ હૉકી ટીમ
જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતની મેન્સ અને વિમેન્સ હૉકી ટીમે શાનદાર જીત સાથે પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. પ્રમુખ કિટ વાદળી રંગની હોવા છતાં બન્ને ટીમ બીજા રંગના વિકલ્પવાળી કેસરિયા કિટ પહેરીને મેદાન પર ઊતરી હતી.
ભારતે પૂલ Bમાં ઉઝબેકિસ્તાન સામે ૧૯-૦થી જબરદસ્ત જીત નોંધાવી હતી. આ મૅચમાં ભારતની દીપિકા સેહરાવતે આઠ ગોલ કર્યા હતા.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય મેન્સ ટીમે ગઈ કાલે પૂલ Aની મૅચમાં ઇન્ડોનેશિયા સામે ૧૩-૧ થી વિજય મેળવ્યો હતો. ભારત માટે દિલપ્રીત સિંહે ચાર ગોલ કર્યા હતા. ભારતીય મેન્સ ટીમ હવે ૨૨ સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે.
8 : વિમેન્સ હૉકી મૅચમાં સૌથી વધુ આટલા ગોલ કરનારી પ્લેયર બની દીપિકા સેહરાવત.