✕

એશિયન ગેમ્સમાં ૨૪ વર્ષે ભારતે વિમેન્સ હાઈ જમ્પમાં મેડલ જીત્યો

30 September, 2026 01:26 PM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

હરિયાણાની ૧૯ વર્ષની પૂજા સિંહે બ્રૉન્ઝ અપાવ્યો

ઍથ્લીટ પૂજા સિંહ

હરિયાણાની ૧૯ વર્ષની ઍથ્લીટ પૂજા સિંહે ગઈ કાલે એશિયન ગેમ્સ 2026માં હાઈ જમ્પમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. ઇન્ટરનૅશનલ લેવલ પર ૪ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રૉન્ઝ જીતનાર પૂજા સિંહને શરૂઆતથી જ મજૂર પપ્પાએ ખૂબ સપોર્ટ કર્યો હતો.  

રાષ્ટ્રીય રેકૉર્ડધારક પૂજા સિંહ ગઈ કાલે હાઈ જમ્પ ફાઇનલમાં ૧.૮૪ મીટર સાથે ત્રીજા સ્થાને રહી. આ ઇવેન્ટમાં છેલ્લે ૨૦૨૨માં બૉબી અલૉયરિયસે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. 

asian games athletics india haryana sports sports news japan