22 October, 2025 01:44 PM IST | Goa | Gujarati Mid-day Correspondent
ચેસ વર્લ્ડ કપના લોગો સાથે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને અન્ય અધિકારીઓ.
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ગઈ કાલે FIDE ચેસ વર્લ્ડ કપ 2025 માટે ઍન્થમ અને લોગો લૉન્ચ કર્યાં હતાં. ૩૧ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર દરમ્યાન આ ચેસ ચૅમ્પિયનશિપ દરિયાકાંઠાના રાજ્ય ગોવામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ૮૨ દેશોના ૨૦૬ જેટલા પ્લેયર્સ ભાગ લેશે.