FIDE ચેસ વર્લ્ડ કપ 2025ની યજમાની ગોવાને મળી

27 August, 2025 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ૩૦ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર દરમ્યાન આ ટુર્નામેન્ટ ગોવામાં રમાશે. આ ઇવેન્ટમાં ૯૦થી વધુ દેશના ૨૦૬ પ્લેયર્સ ભાગ લેશે, જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુકેશ ડી.નો પણ સમાવેશ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન FIDEએ ગઈ કાલે ભારતમાં આયોજિત ચેસ વર્લ્ડ કપ 2025ના યજમાન શહેરનું નામ જાહેર કર્યું છે. આગામી ૩૦ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર દરમ્યાન આ ટુર્નામેન્ટ ગોવામાં રમાશે. આ ઇવેન્ટમાં ૯૦થી વધુ દેશના ૨૦૬ પ્લેયર્સ ભાગ લેશે, જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુકેશ ડી.નો પણ સમાવેશ થાય છે. ટુર્નામેન્ટના ટોચના ત્રણ પ્લેયર્સ કૅન્ડિડેટ ટુર્નામેન્ટ 2026 માટે ક્વૉલિફાય થશે.

યજમાન ભારતના ૨૧ પ્લેયર્સને લિસ્ટમાં એન્ટ્રી મળી છે. જેમાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો પણ સમાવેશ થાય છે જેણે જૂન ૨૦૨૫ની FIDE રેટિંગ  દ્વારા સ્થાન મેળવ્યું છે.

chess dommaraju gukesh world cup world chess championship sports news sports