01 April, 2025 10:42 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
બ્રાઝિલની ફૂટબોલ ટીમ
ચેન્નઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે રવિવારે સાંજે બ્રાઝિલ અને ભારતના ભૂતપૂર્વ ફુટબૉલર્સ વચ્ચે એક ફ્રેન્ડ્લી મૅચ રમાઈ હતી. આ મૅચમાં ૧૯૯૪ અને ૨૦૦૨ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોવાળી બ્રાઝિલની ટીમે ૨-૧થી જીત મેળવી હતી. ભારતીય ટીમનું નેતૃત્વ ભૂતપૂર્વ ફુટબૉલર આઇ. એમ. વિજયન અને મહેતાબ હુસૈને કર્યું હતું. આ રોમાંચક મૅચ જોવા તામિલનાડુના ઉપમુખ્ય પ્રધાન અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટૅલિન સહિત ૨૩,૦૦૦થી વધુ ફુટબૉલ ફૅન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.