મહિલા અમ્પાયરને અયોગ્ય ગણાવવા બદલ પૅરાગ્વેના પ્લેયરને અધધધ ૬૨ લાખનો દંડ થયો

03 June, 2026 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ચ ઓપન 2026માં પૅરાગ્વેના ખેલાડી ઍડોલ્ફો ડૅનિયલને મહિલા અમ્પાયર સાથે ગેરવર્તન બદલ ૬૨ લાખ રૂપિયાનો દંડ થયો છે. સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં હાર બાદ તેણે બ્રાઝિલની મહિલા અમ્પાયર એના કાર્વાલ્હો સામે લિંગભેદી કમેન્ટ કરી હતી.

ઍડોલ્ફો ડૅનિયલ

ફ્રેન્ચ ઓપન 2026માં પૅરાગ્વેના ખેલાડી ઍડોલ્ફો ડૅનિયલને મહિલા અમ્પાયર સાથે ગેરવર્તન બદલ ૬૨ લાખ રૂપિયાનો દંડ થયો છે. સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં હાર બાદ તેણે બ્રાઝિલની મહિલા અમ્પાયર એના કાર્વાલ્હો સામે લિંગભેદી કમેન્ટ કરી હતી.

ઍડોલ્ફો ડૅનિયલે કહ્યું હતું કે ‘મહિલાઓમાં ઉગ્ર ભીડની વચ્ચે અમ્પાયરિંગ કરવાનું સાહસ નથી હોતું. આ પ્રકારની મૅચોમાં એક પુરુષે જ અમ્પાયરિંગ કરવું જોઈએ.’ 
ફ્રેન્ચ ઓપનના આયોજકોએ આ વર્તનને અસ્વીકાર્ય ગણાવીને મોટો દંડ ફટકાર્યો હતો. 

શ્રીરામ બાલાજી પોતાની પહેલી ગ્રૅન્ડસ્લૅમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો 

ભારતનો એન. શ્રીરામ બાલાજી તેના બ્રાઝિલિયન પાર્ટનર માર્સેલો ડેમોલાઇનર સાથે ફ્રેન્ચ ઓપનના મેન્સ ડબલ્સ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. ૩૬ વર્ષનો એન. શ્રીરામ બાલાજી પહેલી વખત કોઈ ટેનિસ ગ્રૅન્ડસ્લૅમની ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો છે. પોતાના બ્રાઝિલિયન પાર્ટનર સાથે એન. શ્રીરામ બાલાજી હાલમાં વર્લ્ડ ડબલ્સ રૅન્કિંગમાં ૬૬મા ક્રમે છે.

સેરેના વિલિયમ્સ ૪૪ વર્ષની ઉંમરે ટેનિસ કોર્ટ પર વાપસી કરશે

અમેરિકાની ૪૪ વર્ષની સ્ટાર સેરેના વિલિયમ્સે પ્રોફેશનલ ટેનિસમાં વાપસીની જાહેરાત કરી છે. ૨૦૨૨માં સેરેના વિલિયમ્સ છેલ્લી વખત યુએસ ઓપનમાં ત્રીજા રાઉન્ડની મૅચ રમી હતી. ત્યાર બાદ તેણે ફૅમિલી અને બિઝનેસને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું હતું. જોકે નિવૃત્તિની ઑફિશ્યલ જાહેરાત કરી નહોતી. 
૨૩ વખત ગ્રૅન્ડસ્લૅમ સિંગલ્સ ચૅમ્પિયન સેરેના ૪ વર્ષ બાદ લંડનની ટેનિસ કોર્ટ પર જોવા મળશે. તેણે ૮ જૂનથી શરૂ થતી લંડનની ક્વીન્સ ક્લબ ચૅમ્પિયનશિપમાં કૅનેડાની યંગ પ્લેયર વિક્ટોરિયા મ્બોકો સાથે મહિલા ડબલ્સ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવી છે.

tennis news sports news sports news