પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાનારી એશિયન વૉલીબૉલ ટુર્નામેન્ટમાંથી ભારતીય ટીમ ખસી ગઈ

28 April, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં આગામી ૨૮ મેથી ચોથી જૂન દરમ્યાન એશિયન વૉલીબૉલ ચૅમ્પિયનશિપનું આયોજન થશે, પરંતુ પહલગામ આતંકવાદી હુમલાને કારણે બન્ને દેશ વચ્ચે વધેલા તનાવને કારણે ભારતે આ ટુર્નામેન્ટ રમવા ન જવાનો નિર્ણય કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં આગામી ૨૮ મેથી ચોથી જૂન દરમ્યાન એશિયન વૉલીબૉલ ચૅમ્પિયનશિપનું આયોજન થશે, પરંતુ પહલગામ આતંકવાદી હુમલાને કારણે બન્ને દેશ વચ્ચે વધેલા તનાવને કારણે ભારતે આ ટુર્નામેન્ટ રમવા ન જવાનો નિર્ણય કર્યો છે. આ સ્પર્ધામાં ઈરાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની ટીમ ભાગ લેશે.

પાકિસ્તાન વૉલીબૉલ ફેડરેશનના નિવેદન અનુસાર ‘ભારતે આવતા મહિને ઇસ્લામાબાદમાં યોજાનારી સેન્ટ્રલ એશિયન વૉલીબૉલ ચૅમ્પિયનશિપમાંથી પોતાની ટીમ પાછી ખેંચી લીધી છે. ભારતે ૨૮ મેથી જિન્નાહ કૅમ્પસમાં શરૂ થનારી ચૅમ્પિયનશિપ માટે બાવીસ પ્લેયર્સ સહિત ૩૦ સભ્યોની ટીમ મોકલવાની પુષ્ટિ કરી હતી. પહલગામ ઘટના બાદ તેમની સરકારે પાકિસ્તાન આવવા માટે આપવામાં આવેલ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરી દીધું છે. ભારત ચૅમ્પિયનશિપમાંથી ખસી ગયું છે એ જાણીને નિરાશા થઈ છે અને એની જગ્યાએ અફઘાનિસ્તાન અથવા શ્રીલંકાની ટીમ આવશે.’

pakistan islamabad Pahalgam Terror Attack terror attack jammu and kashmir india sports news