✕

પાકિસ્તાનને ૩-૨થી કચડીને ભારતની B ફુટબૉલ ટીમે SAFF ચૅમ્પિયનશિપમાં વિજયી શરૂઆત કરી

06 November, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમે ગઈ કાલે પાકિસ્તાન સામે ૩-૨થી જીત નોંધાવી હતી. પહેલા હાફમાં જ ભારતે ૩ ગોલ કર્યા હતા, જ્યારે પાકિસ્તાનના બે ગોલ સ્ટૉપજ ટાઇમમાં આવ્યા હતા. ટુર્નામેન્ટમાં ભારતની આગામી મૅચ ૧૧ નવેમ્બરે મૉલદીવ્સ સામે હશે.

પ્રતીકાત્મક તસવીર

૧૯૯૩થી રમાતી સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF) ચૅમ્પિયનશિપની ૧૫મી સીઝન ગઈ કાલે શરૂ થઈ હતી. બંગલાદેશમાં ૬ મેન્સ ફુટબૉલ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટ ૧૭ નવેમ્બર સુધી રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સૌથી વધુ ૯ વખત ટાઇટલ જીત્યું છે.

ભારતીય ટીમે ગઈ કાલે પાકિસ્તાન સામે ૩-૨થી જીત નોંધાવી હતી. પહેલા હાફમાં જ ભારતે ૩ ગોલ કર્યા હતા, જ્યારે પાકિસ્તાનના બે ગોલ સ્ટૉપજ ટાઇમમાં આવ્યા હતા. ટુર્નામેન્ટમાં ભારતની આગામી મૅચ ૧૧ નવેમ્બરે મૉલદીવ્સ સામે હશે.

ભારતે બંગલાદેશમાં પોતાની B ટીમ મોકલી છે. ભારતની મુખ્ય મેન્સ ફુટબૉલ ટીમ ૧૨ અને ૧૫ નવેમ્બરની ન્યુ ઝીલૅન્ડ સામેની વિદેશી મૅચ માટેની તૈયારી કરી રહી છે.

બ્રાઝિલમાં એક ફુટબૉલ મૅચ દરમ્યાન રેકૉર્ડ ૫૩ રેડ કાર્ડ બતાવવામાં આવ્યાં

બ્રાઝિલમાં ઉબરલૅન્ડિયા અને મામોર ક્લબ વચ્ચેની અન્ડર-20 ફુટબૉલ મૅચ દરમ્યાન ભારે ઝઘડો થયા પછી ૫૩ લોકોને મેદાનમાંથી બહાર કાઢવા રેડ કાર્ડ બતાવવામાં આવ્યાં હતાં. ૪૩ પ્લેયર્સ, કોચિંગ સ્ટાફના ૮ સભ્યો અને બે અધિકારીઓને રેડ કાર્ડ મળ્યું હતું.

આ ઝઘડો સ્ટૉપજ ટાઇમની નવમી મિનિટે શરૂ થયો હતો જ્યારે મામોરે ટીમ ૩-૧થી આગળ હતી. અગાઉ ૨૦૧૧માં આર્જેન્ટિનાની પાંચમા સ્તરની એક મૅચમાં ૩૬ રેડ કાર્ડનો રેકૉર્ડ બન્યો હતો.

pakistan football maldives sports news sports bangladesh brazil