તીરંદાજ ટીમના ક્વૉલિફિકેશન સાથે મિશન પૅરિસ ઑલિમ્પિક્સની થઈ વિજયી શરૂઆત

26 July, 2024 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા ટીમે ચોથા સ્થાને અને પુરુષ ટીમે ત્રીજા સ્થાને રહીને ક્વૉર્ટર ફાઇનલ માટે કર્યું ક્વૉલિફાય

તીરંદાજી ઇવેન્ટ્સ

ભારતની પુરુષ અને મહિલા ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં તીરંદાજી ઇવેન્ટ્સમાં દમદાર પ્રદર્શન કરીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલા ટીમે (૧૯૮૩ પૉઇન્ટ્સ) ચોથા ક્રમે અને પુરુષ ટીમે (૨૦૧૩ પૉઇન્ટ્સ) ત્રીજા સ્થાને રહીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મારી હતી, જ્યારે ધીરજ બોમ્માદેવરા (૬૮૧ પૉઇન્ટ્સ) અને અંકિતા ભક્ત (૬૬૬ પૉઇન્ટ્સ)ના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ભારત મિક્સ્ડ તીરંદાજી ટીમ ૧૩૫૭ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. ટોચની ચાર ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મળે છે, જ્યારે પાંચમાંથી બારમા સ્થાને રહેલી ટીમ રાઉન્ડ ઑફ-16માં રમે છે. દીપિકા પહેલી વાર મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં નહીં રમે, કારણ કે મહિલાઓમાં અંકિતા ભક્તે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

sports news sports Olympics