✕

વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સતત પાંચ જીત સાથે ભારત નંબર વન રહ્યું

26 November, 2026 08:01 PM IST  |  New Dehli | Gujarati Mid-day Correspondent

ભારતીય મહિલા ટીમે વર્લ્ડ હૉકી રૅન્કિંગમાં ચોથા ક્રમે પહોંચીને પહેલી વખત ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે.

ભારતીય મહિલા હૉકી ટીમ

મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં સતત પાંચ મૅચ જીતીને ભારતીય ટીમ ૬ ટીમો વચ્ચે નંબર વનના સ્થાન પર રહી હતી. ગઈ કાલે જપાન સામેની છેલ્લી મૅચમાં ભારતે ૪-૦થી વિજય મેળવ્યો હતો.  ૨૭ નવેમ્બરે સેમી-ફાઇનલમાં  ભારત-મલેશિયા અને જપાન-ચીનની ટક્કર થશે. ભારતીય મહિલા ટીમે વર્લ્ડ હૉકી રૅન્કિંગમાં ચોથા ક્રમે પહોંચીને પહેલી વખત ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે.

madhya pradesh indian womens hockey team sports news sports hockey japan new delhi