અનેક વિવાદ બાદ મનુ ભાકરને ખેલ રત્ન, વિશ્વ વિજેતા ડી. ગુકેશ સહિત આ ત્રણ પણ સન્માનિત

02 January, 2025 04:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારત માટે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકરને ભારે વિવાદ બાદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તાજેતરમાં જ શતરંજમાં વિશ્વ ચેમ્પિયન બનનારા ડી ગુકેશને પણ ખેલ રત્ન મળ્યો છે.

મનુ ભાકર (ફાઈલ તસવીર)

ભારત માટે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકરને ભારે વિવાદ બાદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તાજેતરમાં જ શતરંજમાં વિશ્વ ચેમ્પિયન બનનારા ડી ગુકેશને પણ ખેલ રત્ન મળ્યો છે.

ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી નિશાનેબાજ મનુ ભાકરને અનેક વિવાદ બાદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેમાં મનુ ભાકરનું નામ તેમાં સામેલ નહોતું. આને લઈને મનુ ભાકરના પિતાએ નિરાશા પણ જાહેર કરી હતી. ત્યાર બાદ મનુ ભાકરને ખેલ રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. મનુ ભાકર સિવાય ત્રણ અન્ય ખેલાડીઓને પણ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મનુ ભાકર સાથે તાજેતરમાં જ શતરંજમાં વિશ્વ ચેમ્પિયન બનનારા ડી ગુકેશને પણ ખેલ રત્ન સન્માન આપવામાં આવ્યું છે. આ સિવાય ભારતીય હૉકી ટીમના સ્ટાર ખેલાડી હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો પેરા એથલીટ પ્રવીણ કુમાર પણ ભારતના સર્વોચ્ચ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.

યુવા તેમજ રમત મંત્રાલયે તે એથલીટ્સની લિસ્ટ જાહેર કરી દીધી છે, જેમને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. મનુ ભાકર, ડી ગુકેશ સિવાય પ્રવીણ કુમારને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પેરિસ ઑલિમ્પિક્સ 2024માં પોતાની કૅપ્ટનશિપમાં હૉકી ટીમને બ્રૉન્ઝ મેડલ જીતાડનારા હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન સન્માન મળશે. આ એથલીટ્સનું સન્માન સમારોહ 17 જાન્યુઆરી 2025ના રાષ્ટ્રપતિ ભવનમાં બપોરે 11 વાગ્યે શરૂ થશે.

સમિતિઓ દ્વારા કરાયેલી ભલામણોના આધારે સરકારે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને ખેલ રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તમને યાદ અપાવી દઈએ કે થોડા દિવસો પહેલા મનુ ભાકરનું નામ ખેલ રત્ન પુરસ્કાર મેળવવા માટે ભલામણ કરાયેલી એથ્લેટ્સની યાદીમાં સામેલ ન થતાં વિવાદ ઉભો થયો હતો. જો કે, પાછળથી મનુએ પોતે સ્વીકાર્યું કે કદાચ તેમના તરફથી કોઈ ભૂલ થઈ ગઈ છે.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકની સિંગલ્સ સ્પર્ધાઓમાં બે અલગ-અલગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ જ રમતોમાં હરમનપ્રીત સિંહે તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય હોકી ટીમ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતે સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ડી ગુકેશ થોડા અઠવાડિયા પહેલા જ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. પ્રવીણ કુમારે પેરાલિમ્પિક્સની T64 શ્રેણીની હાઈ-જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે કુલ 32 ખેલાડીઓની યાદી જાહેર કરી છે જેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 17 પેરા એથ્લેટ્સ રાખવામાં આવ્યા છે.

manu bhaker paris Olympics paris olympics 2024 international news national news sports news sports hockey