✕

ભારતની સાત્વિક-ચિરાગની જોડી અને લક્ષ્ય સેન હૉન્ગકૉન્ગ ઓપનની સેમી-ફાઇનલમાં પહોંચ્યા

21 November, 2026 09:18 AM IST  |  Hongkong | Gujarati Mid-day Correspondent

ભારતીય સમય અનુસાર સવારે હૉન્ગકૉન્ગ ઓપન સુપર 500 ટુર્નામેન્ટમાં ભારતીય શટલર્સ લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડી સેમી-ફાઇનલ રમશે.

લક્ષ્ય સેન, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી

આજે ભારતીય સમય અનુસાર સવારે હૉન્ગકૉન્ગ ઓપન સુપર 500 ટુર્નામેન્ટમાં ભારતીય શટલર્સ લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડી સેમી-ફાઇનલ રમશે. ક્વૉર્ટર-ફાઇનલમાં લક્ષ્ય સેને સિંગાપોરના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન હરીફ સામે ૨૧-૧૭, ૧૦-૨૧, ૨૧-૧૩ના સ્કોરથી જીત મેળવી હતી. મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચીનના હરીફો સામે ૨૧-૧૨, ૧૩-૨૧, ૨૧-૧૬ના સ્કોરથી જીત મેળવીને સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે.

singapore hong kong lakshya sen badminton news china sports news sports