26 April, 2025 06:53 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા અને પાકિસ્તાનના અર્શદ નદીમ
પહલગામમાં આતંકવાદી હુમલાના એક દિવસ પહેલાં ભારતના ઑલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડાએ ભારતની પહેલી ઇન્ટરનૅશનલ જેવલિન થ્રો કૉમ્પિટિશનની જાહેરાત કરી હતી. ૨૪ મેએ બૅન્ગલોરમાં આયોજિત ‘નીરજ ચોપડા ક્લાસિક 2025’ ઇવેન્ટને વર્લ્ડ ઍથ્લેટિક્સ દ્વારા કૅટેગરી Aનો દરજ્જો આપવામાં આવ્યો છે.
નીરજે આ ઇવેન્ટ માટે વિશ્વના સ્ટાર પ્લેયર્સ સહિત પાકિસ્તાનના પૅરિસ ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલિસ્ટ જૅવલિન થ્રો પ્લેયર અર્શદ નદીમને પણ આમંત્રણ આપ્યું હતું. જોકે તેણે નીરજના આ આમંત્રણને નકારીને કહ્યું કે ‘NC ક્લાસિક સ્પર્ધા ૨૪ મેએ છે, જ્યારે હું બાવીસ મેએ એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ માટે કોરિયા જવા રવાના થઈશ. ૨૭થી ૩૧ મે દરમ્યાન કોરિયામાં યોજાનારી એશિયન ચૅમ્પિયનશિપ માટે હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું.’