નીરજ ચોપડાની ઇન્ટરનૅશનલ જૅવલિન થ્રો ઇવેન્ટનું શેડ્યુલ પણ ખોરવાઈ ગયું

10 May, 2025 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ટુર્નામેન્ટ ૨૪ મેના રોજ બૅન્ગલોર ખાતે યોજાવાની હતી

નીરજ ચોપડા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે નીરજ ચોપડા ક્લાસિક 2025 જૅવલિન થ્રો ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી છે. ટોક્યો ઑલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાએ ગઈ કાલે આ માહિતી તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી હતી. આ ટુર્નામેન્ટ ૨૪ મેના રોજ બૅન્ગલોર ખાતે યોજાવાની હતી. પરિસ્થિતિ શાંત થયા બાદ ભારતની આ પહેલી ઇન્ટરનૅશનલ જૅવલિન થ્રો ઇવેન્ટની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

neeraj chopra ind pak tension terror attack india pakistan sports sports news