નીરજ ચોપરાનું બીજુ સપનું થયું સાકાર, માતા-પિતાને કરાવી વિમાન યાત્રા

11 September, 2021 08:04 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ શનિવારે તેના માતાપિતાને તેમની પ્રથમ ફ્લાઇટમાં લઈ જઈને તેમનું બીજું સપનું પૂરું કર્યું.

નીરજ ચોપરા

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ શનિવારે તેના માતાપિતાને તેમની પ્રથમ ફ્લાઇટમાં લઈ જઈને તેમનું બીજું સપનું પૂરું કર્યું. નીરજ ચોપરા તેના પિતા સતીશ કુમાર અને માતા સરોજ દેવી સાથે કર્ણાટકના બેલ્લારીમાં ઈન્સ્પાયર ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સ (આઈઆઈએસ) ખાતે તેમના પ્રમોટર જેએસડબલ્યુ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. જે ફ્લાઈટ દ્વારા ગયા હતા અને તેમના માતા પિતાને સાથે લઈ ગયા હતા.

નીરજ ચોપરાએ વિમાનમાં પોતાની અને તેના માતા -પિતાની તસવીરો સાથે ટ્વીટ કર્યું હતું કે, `મારું એક નાનું સ્વપ્ન આજે સાકાર થયું.`


નીરજ ચોપરા અને તેના માતા -પિતા ઉપરાંત તેમના કોચ અને જર્મન બાયોમેકનિક્સ નિષ્ણાત ક્લાસ બાર્ટોનિટ્ઝ અને ઓલિમ્પિયન બોક્સર સતીશ કુમાર પણ વિમાનમાં જોવા મળે છે. 23 વર્ષીય ચોપરાએ ટોક્યો ગેમ્સમાં એથલેટિક્સમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ (ગોલ્ડ) જીતીને ઇતિહાસ રચ્યો હતો.

sports news haryana national news